Atam-Kathan Bhag:2 * आत्मकथन भाग:२ (गुजराती )
આત્મ-કથન ભાગ-2 * आत्मकथन भाग:२ (गुजराती)
શ્રી સ.ના. ગોયન્કા બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.
કટ્ટર વ્યવસાયિક હિન્દુ પરિવારમાં જન્મેલા ગોયન્કાજી શરૂઆતના વર્ષોમાં ઘણા સફળ ઉદ્યમી હતા.
સાથે સાથે તેઓ સમાજ સુધારામાં, ભારતના આંદોલનોમાં, રાજનીતિ તથા હિન્દી સાહિત્યમાં ખૂબ રુચિ ધરાવતા હતા.
31 વર્ષની ઉંમરે તેઓ વિપશ્યના તરફ આકર્ષિત થયા અને એક પ્રબળ વિપશ્યના અભ્યાસી બન્યા.
તેઓ ઘણાં લોકો માટે આશાના પ્રકાશ સ્તંભ છે અને એક વ્યવસાયીમાંથી વિપશ્યનાના પ્રમુખ આચાર્ય તરીકે તેમનું રૂપાંતરણ બહુ વિસ્મયકારી છે.
વિપશ્યના વિશોધન વિન્યાસે તેમના આત્મકથનના બે ભાગ એ ઉદેશ્યથી પ્રાકાશિત કર્યા છે કે જેથી લોકો આ બાબતમાંથી પ્રેરણા લઈ શકે કે કેવી રીતે એક આદર્શ ગૃહસ્થ વિપશ્યનાનો અભ્યાસ કરી સુખી અને શાંત જીવન જીવી શકે છે.
બીજા ભાગમાં ગોયન્કાજીએ એ વ્યક્તિઓનાં જીવન ચરિત્ર્ય લખ્યાં છે કે જેમનો પ્રભાવ તેમના પર ખૂબ જ ઊંડે સુધી પડ્યો છે.
તેમાં પહેલીવાર પોતાના આચાર્ય સયાજી ઊ બા ખિનને મળવાના પ્રસંગને વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યો છે.
તેમના પ્રથમ વિપશ્યના શિબિરના અનુભવનું વર્ણન તથા એ વર્ણન પણ છે કે કેવી રીતે આ અનુભવોએ તેમને જીવનપર્યંત બદલી નાંખ્યા.
ભારત આવતાં શરુઆતના દિવસોમાં વિપશ્યનાની શિબિરોમાં તેમને અનેક સારા-ખરાબ અનુભવો થયા, તેનું પણ અહીં વર્ણન છે ઉપરાંત ભારત બહાર પ્રથમ શિબિરના અનુભવોનું વર્ણન તથા વિપશ્યનાના પ્રચારના માર્ગમાં આવેલા મોટા મોટા સીમા ચિન્હ રૂપી પ્રસંગોનો પણ ઉલ્લેખ છે. ધર્મ પ્રકાશનના વાહકના રુપમાં તેમની યાત્રા સાથે સાથે બુદ્ધશિક્ષા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ વાતોના અર્થ પણ અહીં આપવામાં આવેલા છે, જેથી જે ભ્રાંતિઓ હોય તે દૂર થઈ શકે.
વિપશ્યી સાધકો તથા જે સાધકો નથી તેમના માટે પણ આ એક આદર્શ પુસ્તક છે.