Empty

Total: ₹0.00
founded by S. N. Goenka in the tradition of Sayagyi U Ba Khin

 

 

 

 

 

Vishakha Migarmata * વિશાખા મિગારમાતા (गुजराती) Paperback Book

₹75.00

Vishakha Migarmata * વિશાખા મિગારમાતા (गुजराती)

બુદ્ધના અગ્રશ્રાવકોની શ્રેણીમાં વિ.વિ.વિ. દ્વારા પ્રકાશિત આ પુસ્તક સાધકોને ગંભીરતાપૂર્વક વિપશ્યના કરવા માટે તથા નવા સાધકોને અનુકરણીય વિપશ્યી સાધકોની રાહે ચાલવા માટે પ્રેરિત કરે છે.
સાકેતના એક બહુ જ ધનિક વેપારીની પુત્રી વિશાખાએ સાત વર્ષની ઉંમરે વિપશ્યના કરવાની શરુઆત કરી અને તે શ્રોતાપન્ન થઈ. આ નિર્વાણ પ્રાપ્તિની પ્રથમ અવસ્થા છે. તેના લગ્ન શ્રાવસ્તિના એક ધનિક શ્રેષ્ઠિના પુત્ર સાથે થયા તો એક કઠોર સસરા સાથે તેનો પનારો પડ્યો. પરંતુ પોતાના ધૈર્ય અને મૈત્રીથી તેણે પોતાના સસરાને ધાર્મિક બનાવ્યા. તેણે વિપશ્યના ધ્યાનના અભ્યાસ માટે પુબ્બારામ વિહારને દાનમાં આપ્યો.
આ પુસ્તકમાં દાન આપવામાં અગ્ર એવી આ બુદ્ધની શિષ્યાનું જીવન વૃતાંત વર્ણવવામાં આવ્યું છે, સાથે જ તેમાં આદર્શ પુત્રી, પુત્ર-વધુ તથા ગૃહસ્થો માટે કુશળ શું છે તે વિષયો પર પણ બુદ્ધના ઉપદેશ છે.
બુદ્ધના સમયમાં ભિક્ષુ તથા ગૃહસ્થ બંને વિપશ્યના ધ્યાન કરતા હતા. તેમને આનો ખૂબ લાભ મળતો હતો. આ ગૃહસ્થ શિષ્યોના જીવનથી એ વાત સ્પષ્ટ થાય છે કે મનુષ્ય જીવનનું ઉચ્ચત્તમ લક્ષ્ય ગૃહસ્થ હોવા છતાં પણ પ્રાપ્ત કરી શકાય છે. અન્ય ગૃહસ્થો જેવા કે અનાથપિંડિક, રાજવૈદ્ય જીવક, આદર્શ દંપતિ નકુલ, ચિત્ત ગૃહપતિના જીવન વૃતાંત આપણને સદાયે પ્રેરણા આપતા રહેશે અને પ્રકાશસ્તંભની જેમ કામ કરશે.
વિપશ્યી સાધકો તથા જે સાધક નથી તેમના માટે પણ આ એક આદર્શ પુસ્તક છે.

SKU:
G21
ISBN No: 
978-81-7414-463-8
Publ. Year: 
2023
Author: 
Vipassana Research Institute
Language: 
Gujarati
Book Type: 
Paperback
Pages: 
83
Preview: 
PDF icon Preview (6.08 MB)